Skip to main content
Settings Settings for Dark

પૂર્વોતરમાં ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

Live TV

X
  • ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ઠપ

    ભારતના અન્ય  ભાગોની વાત કરીએ તો  પૂર્વોતરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સતત વરસાદથી નદીઓમાં જળસ્તર પણ વધ્યું છે. તો ઉતરાખંડમાં  પણ  રૂદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, દહેરાદૂન, પૌડી ગઢવાલ, ચમોલી અને ઉધમસિંહ નગર જિલ્લામાં હવામાન વિભાગે ભારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ લોકોને સંવેદનશીલ વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવી છે . 

    મુંબઇમાં આકાશી આફતને પરિણામે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. અને  અતિભારે વરસાદને પગલે મુંબઈ, પૂણે તેમજ સિંધુદુર્ગમાં  શાળા અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. તો મુંબઇની લાઇફ લાઇન ગણાતી  લોકલ ટ્રેન સેવાને પણ અસર  પહોંચી છે.  ગત રોજ મુંબઇના સાયન , વિકરોલી સહિતના વિસ્તારોમાં  ભારે વરસાદન નોંધાયો  હતો. તેમજ હવામાન વિભાગે વરસાદ માટે આપેલા રેડ એલર્ટને પગલે તંત્રએ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply