પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Live TV
-
તેથી આ સંજોગોમાં વચગાળાના જામીન આપવા યોગ્ય નથી. આર્થિક ગુનાની અલગ અપ્રોચ સાથે ડીલ કરવી જોઈએ.
દિલ્હીની કોર્ટે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી 14 દિવસની જ્યૂડિશ્યલ કસ્ટડી માટે જેલ મોકલવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારે કર્યો હતો. બે દિવસની CBI કસ્ટડી પૂરી થયા બાદ આજે ચિદમ્બરમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.. આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરીને તેમની અરજી ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, શરૂઆતમાં જ વચગાળાના જામીન આપી દેવાથી તપાસમાં નુકસાન થઈ શકે છે. તેથી આ સંજોગોમાં વચગાળાના જામીન આપવા યોગ્ય નથી. આર્થિક ગુનાની અલગ અપ્રોચ સાથે ડીલ કરવી જોઈએ.