Skip to main content
Settings Settings for Dark

પૂર્વ પ્રધાનમંત્રી અડલ બિહારી વાજપેયી હાલત સ્થિર

Live TV

X
  • 93 વર્ષીય અટલ બિહારી વાજપેયીની તબિયત ઘણા લાંબા સમયથી ખરાબ છે. વાજપેયી ડિમેન્સિયા નામની બીમારી સામે ઝઝુમી રહ્યા છે.

    પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રૂટિન ચેકઅપ માટે વાજપેયીને સોમવારે એમ્સ લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનું ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું. તેમને યુરિન ઇન્ફેક્શન થયું છે. જેમાં તેમની સારવાર થઇ રહી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્ય અંગે એમ્સે માહિતી આપી છે. એમ્સે કહ્યું કે અટલજીની તબિયત સ્થિર છે. જે સારવાર ચાલી રહી છે તેની અસર થઇ રહી છે. તેમનું સ્વાસ્થ્ય જ્યાં સુધી બરાબર નથી થતું ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. વાજપેયીને એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખભાળ હેઠળ રાખવામાં આવ્યા છે. સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદી ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારે હોસ્પિટલમાં તેમને મળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણાં નેતા તેમને મળવા પહોંચ્યા હતાં. ભાજપ અધ્યત્ર અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ તેમને મળવા પહોંચ્યા હતાં. જે પછી તેમને મળવા પીએમ મોદી એમ્સ પહોંચ્યા. નોંધનીય છે કે પીએમ મોદી 50 મિનિટ સુધી ત્યાં રોકાયા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply