Skip to main content
Settings Settings for Dark

ભારતે સંશોધન અધિનિયમ -2018ને લઈને સખત વિરોધ કર્યો

Live TV

X
  • પાકિસ્તાનને જબરજસ્તી અને ગેરકાયદેસર કબજાવાળા કોઈપણ ક્ષેત્રમાં બદલાવનો કાનૂની અધિકાર નથી.

    ભારતે પાકિસ્તાન સામે આઝાદ જમ્મુ-કાશ્મીર એટલે કે, એ.જે.કે. અંતરીમ સંવિધાન 13માં સંશોધન અધિનિયમ -2018ને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા ક્ષેત્રોને બદલવાની કોઈપણ કાર્યવાહીને લઈને ભારત સખત આપત્તિ નોંધાવે છે. પાકિસ્તાનને આવા બધા ક્ષેત્રો ખાલી કરવા પણ કહ્યું છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે, પાકિસ્તાનને જબરજસ્તી અને ગેરકાયદેસર કબજાવાળા કોઈપણ ક્ષેત્રમાં બદલાવનો કાનૂની અધિકાર નથી અને આ પગલું અસ્વીકાર્ય છે. પાકિસ્તાને આવા ક્ષેત્રો તત્કાળ ખાલી કરી દેવા જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply