Skip to main content
Settings Settings for Dark

પૂર્વ મધ્ય અરબસાગરમાં 'ક્યાર' સુપર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત

Live TV

X
  • પૂર્વ મધ્ય અરબ સાગરમાં ઉદભવેલું વાવાઝોડું "ક્યાર" , સુપર સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક સમયમાં ઉદભવેલા વાવાઝોડામાં , સૌથી શક્તિશાળી વાવાઝોડું "ક્યાર" છે. અંતિમ જાણકારી મુજબ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. આગામી 30 ઓક્ટોબર સુધી તે ઓમાન તરફ આગળ વધશે. આ વાવાઝઓડું હજી વધુ શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. ત્યારબાદ તે ધીમે ધીમે નબળું પડશે

    તો બીજી બાજુ ક્યાર વાવાઝોડાના કારણે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણની વચ્ચે, અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, પાવીજેતપુર એમ તમામ તાલુકાઓમાં વીજળીના કડાકા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. તો આ તરફ , વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે, ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. નવા વર્ષના પ્રારંભે વરસાદથી ક્યાંકને ક્યાંક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો ભરૂચના જંબુસર પંથકના કાવી, કોરા, જંત્રાણ સહિતના ગામોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply