પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબના પ્રવાસે
Live TV
-
દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે અને ભવિષ્ય પૂંજી નિવેશ શિખર સંમેલનને પણ સંબોધશે
ભારત અને સાઉદી અરબના ગાઢ સંબંધોમાં હવે નવી મજબૂતાઈ ઉમેરાશે.જ્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયાદમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેવાની સાથે-સાથે ભવિષ્ય પૂંજી નિવેશ શિખર સંમેલનમાં સંબોધન પણ કરશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય સહયોગ ઉપરાંત, વૈશ્વિક મુ્દ્દાઓ પર પણ ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદીની સાઉદી અરબની યાત્રાથી બંને દેશો વચ્ચે સહભાગીદારી વધવાની આશા છે. ભારત-સાઉદી ઉર્જા, ઉડ્ડયન અને રોકાણની સાથે-સાથે અનેક મહત્વપૂર્ણ સમજૂતિ પર પણ હસ્તાક્ષર કરાશે. આ સંમેલનમાં દુનિયાભરમાંથી આવેલા રોકાણકારો સાથે ચર્ચા થશે.પ્રધાનમંત્રી મોદીનું લક્ષ્ય છે ભારતની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયનથી વધુની અર્થવ્યવસ્થા બનાવવી, જેમાં રોકાણકારોની મહત્વની ભૂમિકા રહેશે.
તો સાઉદી અરબના એક દિવસીય પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રિયાદના ગવર્નર ફૈસલ બિન બંદર અલ સઉદે ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રિયાદના એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરાયું હતું. પીએમ મોદીના સ્વાગત માટે સાઉદી અરબમાં ભારતના રાજદૂત ઓશાફ સઈબ અને તેમના પત્ની પણ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતાં. આજે રિયાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી શહેઝાદ મોહમ્મદ બિન સલમાન સાથે પણ મુલાકાત કરશે. બંને નેતાઓ પરસ્પર હીતના નિર્ણયો અને વૈશ્વિક મુદ્દાઓની સાથે દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. પ્રધાનમંત્રીની આ યાત્રા દરમિયાન નાગરિક ઉડ્ડયન, સુરક્ષા સંબંધીત મુદ્દા, રક્ષા, તમેજ ઉર્જાના ક્ષેત્ર સહિત આશરે 12 જેટલી સમજૂતિઓ પર હસ્તાક્ષર કરી શકે છે..
