Skip to main content
Settings Settings for Dark

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન, પુત્રએ ટ્વિટ કરીને આપી માહિતી

Live TV

X
  • દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું આજે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને વેન્ટિલેટર પર હતા. સોમવારે દિલ્હી સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં તેઓ લાંબા સમયથી સારવાર લઈ રહ્યા હતા.

    પૂર્વ રાષ્ટ્રપતિના નિધનના સમાચાર તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને આપી હતી. 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખર્જીનું નિધન થતા એક યુગનો અંત આવ્યો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતરત્નથી સન્માનિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી કહ્યું કે, 'પૂર્વ રાષ્ટ્રપતિ, શ્રી પ્રણવ મુખર્જીના સ્વર્ગવાસ વિશે સાંભળીને હદયને આઘાત પહોંચ્યો છે. તેમના દેહાવસાનથી એક યુગ સમાપ્ત થયો છે. શ્રી પ્રણવ મુખર્જીના પરિવાર, મિત્રજનો અને તમામ દેશવાસીઓ પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરું છું.'

    અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચુકેલા પ્રણવ મુખરજી વર્ષ 1982માં ઈંદિરા ગાંધીની સરકારમાં દેશના નાણામંત્રી રહ્યા હતા. તો નરસિમ્હા રાવની સરકારમાં યોજના આયોગના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. મનમોહનસિંહની સરકારમાં વર્ષ 2004થી 2006 દરમિયાન તેઓ રક્ષામંત્રી રહ્યા હતા. તો વર્ષ 2006થી 2009 દરમિયાન તેમણે વિદેશ મંત્રીનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને પ્રણવ મુખરજીને શ્રદ્ધાજલિ પાઠવી હતી.

    રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું છે કે, દેશના એક વિલક્ષણ સપૂતના જવાથી દેશ શોકાતુર છે. તેમનો દેહાંતવાસ એક યુગની સમાપ્તિ છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાજલિ પાઠવતાં ટ્વીટ કર્યું છે કે, દેશ ભારત રત્ન પ્રણવ મુખરજીના જવાથી દુખી છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસ પથ પર એક અમિટ છાપ છોડી છે. તો ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ પાઠવતાં ટ્વીટ કર્યું હતું કે, તેમના મૃત્યુથી દેશે એક મોટો રાજનેતા ગુમાવી દીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply