રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના ચોમાસુ સત્ર માટે મંજૂરી આપી
Live TV
-
રાષ્ટ્રપતિએ 14 સપ્ટેમ્બરથી સંસદના બન્ને સત્ર ની બેઠક બોલાવી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના ચોમાસુ સત્ર માટે મંજુરી આપી છે. રાષ્ટ્રપતિએ 14 સપ્ટેમ્બરથી સંસદના બન્ને સત્ર ની બેઠક બોલાવી છે. લોકસભાની બેઠક સવારે 9 વાગ્યાથી જ્યારે રાજ્યસભાની બેઠક બપોરે 3 વાગે શરૂ થશે. ચોમાસુ સત્ર 1 ઓકટોબર સુધી ચાલશે. કોવિડ-19 મહામારીને લીધે આ વખતે સંસદમાં ધણા ફેરફાર જોવા મળી શકે છે. સાંસદો વચ્ચે યોગ્ય અંતરનું પાલન, અને અન્ય અગમચેતી સાથે ગૃહનું સંચાલન થશે. આગાઉ 23 માર્ચે બન્ને ગૃહ અનિશ્ચીત સમય સુધી સ્થગીત કરાયા હતાં.