પ્રણવદા રશિયાના સાચા મિત્ર હતા, રશિયાના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
Live TV
-
મુખરજી ભારતીયતા અને ઉચ્ચ આંતરરાષ્ટ્રીય સમજવાળા સન્માનનીય વ્યક્તિ હતાં. બન્ને દેશ વચ્ચે ની ભાગીદારી વાળા સબંધને મજબુત બનાવવામાં તેમણે મહત્વની ભુમિકા ભજવી હતી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યકત કર્યો છે. તેમણે પ્રણવદાને રશિયાના સાચા મિત્ર ગણાવ્યાં હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલેલા શોક સંદેશામાં પુટીને કહ્યું કે મુખરજી ભારતીયતા અને ઉચ્ચ આંતરરાષ્ટ્રીય સમજવાળા સન્માનનીય વ્યક્તિ હતાં. બન્ને દેશ વચ્ચે ની ભાગીદારી વાળા સબંધને મજબુત બનાવવામાં તેમણે મહત્વની ભુમિકા ભજવી હતી. પુટીને પૂર્વ રાષ્ટ્રપતિના પરિજનો અને ભારતની જનતા ને પોતાનો સંવેદના સંદેશ પણ પાઠવ્યો હતા.