કોવિડ-19 વચ્ચે આજથી JEE અને NEET પરીક્ષા લેવાશે
Live TV
-
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખીયાલ નિશંકે તમામ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી
કોવિડ-19 વચ્ચે આજથી JEE & NEET પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે. આ વર્ષે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા ઉપરાંત કોવિડ-19ના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. પરીક્ષામાં દરેકને એક એક સીટ છોડીને બેસાડવામાં આવશે. વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફુટનું અંતર રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખીયાલ નિશંકે તમામ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે. તેમણે તમામ રાજ્યોને પરીક્ષાર્થીઓ નો સહયોગ કરવા કહ્યું છે. દરમિયાન મુબઇમાં વિદ્યાર્થીઓને લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવા ની પરવાનગી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે ની સ્પેશીયલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. એડમીટ કાર્ડ બતાવવાથી તેઓને સ્ટેશનમાં પ્રવેશ મળશે. નીટની પરીક્ષા આપનાર ઉમેદવારોને પણ આ સુવિધા મળશે. રેલમંત્રી પીયુષ ગોયેલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. એમ પી, રાજસ્થાન સહિતના રાજ્યોએ આ બન્ને પરીક્ષા માટે વ્યાપક પગલા ભર્યા છે. રાજસ્થાન સરકારે પરીક્ષાના સુચારુ સંચાલન માટે માનદંડમાં ઠીલ મુકી છે. પરીક્ષા રાજ્યના 6 શહેરોમાં યોજવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવા માટે મધ્યપ્રદેશ સરકારે મફત પરિવહન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. જે માટે વિદ્યાર્થીએ 181 ઉપર કોલ અથવા ઇ પાસપાર્ટ ઉપર સંમ્પર્ક કરી નોંધણી કરાવવાની રહેશે.