દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 76.63 ટકા થયો
Live TV
-
દેશમાં કુલ 27 લાખ 74 હજાર 801 લોકો કોરોનાને હરાવીને સાજા થયા
દેશમાં સરકારના પ્રયત્નોથી કોવિડ-19ની સ્થીતિમાં સુધારો થયો છે. આરોગ્ય મંત્રાલય અનુંસાર દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 76.63 ટકા થયો છે. જ્યારે મૃત્યું દરમાં સતત ધટાડો થઇ રહ્યો છે. જે 1.78 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 60 હજાર 868 લોકો કોરોના સંક્રમીત માંથી સાજા થયા છે. દેશમાં કુલ 27 લાખ 74 હજાર 801 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. તે સાથે છેલ્લા 24 કલાકમાં 8 લાખ 40 હજાર થી વધુ લોકોનો ટેસ્ટ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. સરકાર તરફથી વ્યાપક તપાસની પ્રતિબધ્ધતાના કારણે દેશમાં કોવિડ તપાસની પ્રક્રિયા માં ઝડપ આવી છે. દેશના ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 43 ટકા કોરોના ની સંખ્યાં છે.