પૈસાની કમીના કારણે હવે કોઈ ગરીબ પરિવાર સારવાર વગર રહેશે નહીં: સ્વાસ્થ્યમંત્રી જે.પી.નડ્ડા
Live TV
-
પૈસાની કમીના કારણે હવે કોઈ ગરીબ પરિવાર સારવાર વગર રહેશે નહીં. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષમાન ભારત દેશમાં લાગુ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. અત્યાર સુધી 20 રાજ્યોમાં કેન્દ્ર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ વર્ષે ઓગસ્ટથી આ યોજના લાગુ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં વીસ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે સમજૂતી કરારનું આદાનપ્રદાન કર્યું હતું.
