Skip to main content
Settings Settings for Dark

રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાત બુખારીની હત્યા

Live TV

X
  • જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પીઢ પત્રકાર અને રાઇઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની અજાણ્યા બંદૂકધારીઓએ હત્યા કરી હતી. તેમની હત્યા તેમની ઑફિસની બહાર જ થઈ હતી. હુમલામાં તેમના પીએસઓનું પણ મોત થયું છે. ઇફ્તાર પાર્ટી માટે તેઓ તેમની ઑફિસમાંથી નીકળી રહ્યા હતા. ત્યારે તેમના પર પ્રેસ કોલોનીમાં હુમલો કરાયો હતો. હુમલા પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. તેમની હત્યા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ઘટનાની સખત નિંદા કરી છે, અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજનાથસિંહે ,ટ્વીટમાં જણાવ્યું હતું ,કે, રાઇઝિંગ કાશ્મીરના સંપાદક સુજાત બુખારીની હત્યા એક કાવરતાપૂર્ણ કૃત્ય છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply