Skip to main content
Settings Settings for Dark

પોરબંદરથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

Live TV

X
  • પશ્ચિમ રેલવે દ્વારા આગામી ત્યોહારી સીઝન દરમિયાન યાત્રીઓની માંગ અને તેમની સુવિધા માટે પોરબંદરથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે એક દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝાના જણાવ્યા મુજબ, ટ્રેન સંખ્યા 09263 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 17 ઓક્ટોબર 2020 થી પ્રતિ મંગળવાર અને શનિવારે 16:30 વાગ્યે પોરબંદર થી ઉપડશે અને આગલા દિવસે 19:35 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. વાપસીમાં ટ્રેન સંખ્યા 09264 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ સ્પેશિયલ 19 ઓકટોબર 2020 થી પ્રતિ સોમવાર અને ગુરુવારે 08:20 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડશે અને આગલા દિવસે 10:35 વાગ્યે પોરબંદર પહોંચશે.

    યાત્રા દરમિયાન બંને દિશાઓમાં આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડીયા, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના,મારવાડ જં, બ્યાવર, અજમેર,કિશનગઢ, ફૂલેરા, જયપુર,બાંદીકુઈ, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેંટ સ્ટેશનો પર રોકાશે. વાપસીમાં ટ્રેન સંખ્યા 09264 પાલમ, ગઢીહરસારુ જં, પટોડી રોડ અને સેન્દ્રા સ્ટેશનો પર પણ રોકાશે.

    આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા સેકન્ડ કલાસ સીટીંગના કોચ રહેશે. જે પૂર્ણ રીતે આરક્ષિત રહશે. ટ્રેન સંખ્યા 09263નું રિઝર્વેશન નોમિનેટેડ પીઆરએસ કાઉંટર્સ તથા IRCTC વેબસાઈટ પર તારીખ 15 ઓક્ટોબર 2020 થઈ પ્રારંભ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply