Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કોરોનાને મ્હાત આપીને રિકવર થતા દર્દીઓના આંકમાં વધારો, વિશ્વમાં સૌથી વધુ 86.78 ટકા

Live TV

X
  • કોરોના સામેના જંગમાં સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાને કારણે અસરકારક પરિણામો સામે આવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં વધુ 77 હજાર , 760 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયાં છે અને અત્યાર સુધી કુલ 62, 27, 295 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ને ઘરે પરત ફરી ચુક્યા છે. જેના કારણે રિકવરી રેટ 86.78 ટકાએ પહોંચ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 706 દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1,9,856 થયો છે.

    અન્ય દેશોની સરખામણી એ ભારતમાં મૃત્યુદર ઓછો

    જો કે આરોગ્ય વિભાગની સારી કામગીરીને કારણે વિશ્વના અન્ય દેશોની સરખામણી એ ભારતમાં મૃત્યુદર ઘણો ઓછો છે. દેશમાં મૃત્યુદર 1.53 ટકા છે. આરોગ્ય વિભાગ દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે પોઝિટિવ કેસની સંખ્યા સતત ઘટી રહી છે. સતત પાંચ દિવસથી સક્રીય કેસની સંખ્યા સતત નવ લાખથી નીચે રહી છે. છેલ્લા પાંચ સપ્તાહ દરમિયાન પણ પોઝિટિવ કેસની સાપ્તાહિક સરેરાશ સતત ઘટતી રહી છે.

    માસ્ક અપ ઇન્ડિયા અભિયાનની પ્રશંસા

    માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોરોનાની દવાના આવે ત્યાં સુધી લોકોમાં માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને હાથને સેનેટાઇઝ કરતા રહેવાની જાગૃતિ વધે તે માટે દેશવ્યાપી કોવિડ જાગૃતિ અભિયાન છેડવામાં આવશે. જાણીતી હસ્તીઓને સામેલ કરીને અભિયાનનો સંદેશો 90 કરોડ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ થશે. નીતિ આયોગે જણાવ્યું હતું કે આવનારા તહેવારો અને ઠંડીની મોસમમાં કોરોના પ્રકોપ વધી શકે તેમ છે. તેથી તકેદારીના પગલાં સઘન પણે લેવા પડશે. આ પત્રકાર પરિષદમાં દૂરદર્શન દ્વારા શરૂ કરવામાં આવેલ માસ્ક અપ ઇન્ડિયા અભિયાનની પ્રશંસા કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply