પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના વિસ્તરણને સરકારે મંજૂરી આપી
Live TV
-
આગામી 3 વર્ષમાં 75 લાખ એલપીજી કનેક્શન જાહેર કરવામાં આવશે
કેન્દ્રએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એલપીજી કનેક્શનને સમર્થન આપવા માટે ગ્રાન્ટ રિલીઝ કરવાની યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, તેના હેઠળ નાણાકીય વર્ષ 2023-24 થી 2025-26 સુધીના ત્રણ વર્ષમાં કુલ 75 લાખ એલપીજી કનેક્શન્સ બહાર પાડવામાં આવશે.
અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે, આ યોજનાનો કુલ નાણાકીય પ્રભાવ 1 હજાર 650 કરોડ રૂપિયા હશે. અનુરાગ ઠાકુરે ઉમેર્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 9.60 કરોડ એલપીજી સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓને અન્ય 75 લાખ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે જેથી તેઓ યોજનાનો લાભ મેળવી શકે.ઉજ્જવલા 2.0 ન હાલની પદ્ધતિ અનુસાર, પ્રથમ રિફિલ અને સ્ટોવ પણ ઉજ્જવલા લાભાર્થીઓને મફતમાં આપવામાં આવશે.
