Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશને 50 હજાર 700 કરોડના વિકાસકામોની ભેટ આપશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના સાગરમા BPCL ની બીના રિફાઇનરીમા ડાઉનસ્ટ્રીમ પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્ષ અને રિફાઇનરી યોજનાનુ ખાતમુર્હત કરશે. BPCL નવાભારતની આકાક્ષાંઓ અનુરૂપ બિના રિફાઇનરીમા આધુનીક પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્ષ વિકસીત કરી રહ્યું છે.

    મંત્રાલયે કહ્યું કે, 49 હજાર કરોડના રોકાણથી બુંદેલખંડ ક્ષેત્રમા સમૃધ્ધી અને ખુશાલી આવશે. આ યોજના અંતર્ગત બિના રિફાઇનરીની ક્ષમતા વધીને 110 લાખ મેટ્રીક ટન પ્રતિવર્ષ થશે. તેનાથી 2200 કિલોટન પેટ્રોકેમિકલથી વધુ ઉત્પાદન થશે. આ યોજના 5 વર્ષમા પૂર્ણ થશે. 

    મધ્યપ્રદેશમાં આ ઉદ્યાનો અને ઉદ્યોગોનો શિલાન્યાસ કરવામાં આવશે

    1. નર્મદાપુરમમાં 227 એકર જમીન પર રૂ. 464 કરોડની કિંમતની વીજળી, રિન્યુએબલ એનર્જી અને ઉત્પાદન ક્ષેત્રનું ભૂમિપૂજન. લગભગ 3300 કરોડ રૂપિયાનું વધુ રોકાણ થશે અને 6600 યુવાનોને નોકરી મળશે.
    2. ઈન્દોરમાં આઈટી પાર્ક 3 અને 4નું ભૂમિપૂજન. 548 કરોડના ખર્ચે અહીં 120706 ચોરસ મીટરમાં આઈટી પાર્ક તૈયાર કરવામાં આવશે. 5000 કરોડનું રોકાણ અને 25 હજાર યુવાનોને રોજગાર મળશે.
    3. તલામમાં 462 કરોડના ખર્ચે 3600 એકરમાં મેગા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવશે. અહીં 75,400 કરોડ રૂપિયાનું રોકાણ અપેક્ષિત છે અને 172,000 યુવાનોને નોકરીની તકો મળવાની અપેક્ષા છે.
    4. શાજાપુર, મક્સી, નર્મદાપુરમ, મૌગંજ, ગુના અને અગર-માલવામાં રૂ. 312 કરોડના ખર્ચે 1188 એકર જમીન પર 6 ઔદ્યોગિક ઉદ્યાનો વિકસાવવામાં આવશે. 16500 કરોડનું રોકાણ અને 33 હજાર લોકોને રોજગારી શક્ય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply