પ્રધાનમંત્રીએ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે ઝાયકોવિડ રસીના નિર્માણકાર્યની સમીક્ષા કરી
Live TV
-
બે દિવસ પહેલા અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમની ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. પ્રધાનમંત્રી સવારે અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક ચાંગોદર પહોંચ્યા હતા. જ્યાં તેમને કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું.
બે દિવસ પહેલા અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમની ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. પ્રધાનમંત્રીના સ્વાગત સત્કાર માટે પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી સવારે અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડસ બાયોટેક પાર્ક ચાંગોદર પહોંચ્યા હતા. જ્યાં તેમને કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. ત્યાં મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રીએ ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરી હતી, જેમાં તેમને વેક્સિનને લગતી માહિતી આપવામાં આવી હતી અને તેના વિષે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ વૅક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરીને વેક્સિનના વિકાસ વિષે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી અમદાવાદમાં લગભગ દોઢથી બે કલાક જેટલો સમય રોકાયા હતા અને હમણાં જ તેમની મુલાકાત પુરી કરીને પ્રધાનમંત્રી એરપોર્ટ ખાતે રાવણ થયા છે. અમદાવાદથી પ્રધાનમંત્રી હવે પુણે જવા માટે રાવણ થશે અને પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને ત્યારબાદ હૈદરાબાદ જવા રવાના થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝાયડસની કોરોના વેક્સિન ઝાયકોવિડ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોની સાથે વેક્સિનના ફેઝ-2ના પરિણામોની ચર્ચા કરી હતી. ઝાયડસની આ રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરુ થયું હતું અને જે નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું. પ્રધાનમંત્રીએ ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠકમાં આ રસીના ફેઝ-3ની શરૂઆત અંગે ચર્ચા કરી હતી. કંપનીએ ડિસેમ્બરની શરૂઆતથી ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવાનું જણાવ્યું છે.
