Skip to main content
Settings Settings for Dark

નેતાઓએ મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની 130મી પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત મહારાષ્ટ્રના સંખ્યાબંધ રાજકીય નેતાઓએ સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેને આજે ​​તેમની 130 મી પુણ્યતિથિ નિમિત્તે  શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને જે પ નડ્ડાએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
    એક ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે મહાત્મા જ્યોતિબા ફૂલે એક મહાન સમાજ સુધારક હતા, જે હંમેશા મહિલાઓ અને દલિતોના હક માટે લડ્યા હતા.
    જ્યોતિબા ફુલેને સમૃધ્ધ શ્રદ્ધાંજલિ અર્પીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે કહ્યું કે તેઓ એક મહાન ક્રાંતિકારી હતા, જેમણે શિક્ષણના મહત્વ પર ભાર આપીને જનતાને ગૌરવ સાથે જીવવાની શક્તિ આપી હતી. તેમણે કહ્યું કે જ્યોતિબા ફુલે સમાજને અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા, જાતિ અને ધાર્મિક ભેદભાવના બંધનમાંથી બહાર કાઢવા માટે વૈચારિક સામાજિક ક્રાંતિ લાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply