કેરળના કન્નુર ખાતે એઝિમાલા નૌકાદળ એકેડેમીની પાસિંગ આઉટ પરેડ યોજાઇ
Live TV
-
આજે સવારે કેરળના કન્નુર ખાતે એઝિમાલા નૌકાદળ એકેડેમીની પાસિંગ આઉટ પરેડ યોજાઇ હતી. આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ એઝિમાલા નૌકાદળ એકેડેમીની પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી. શ્રીલંકાના નૌકાદળના બે સદસ્યો સહિત આજે આ એકેડેમીમાંથી 164 કેડેટ પાસ આઉટ થયા. આર્મી ચીફ જનરલ એમ.એમ.નારાવણેએ જણાવ્યું કે આપણી સેના દેશની અંદરથી અથવા પડોશી દેશો તરફથી કોઈ પણ પ્રકારની ધમકીઓ અને પડકારોનો સામનો કરવા સક્ષમ છે. પરેડની સમીક્ષા કર્યા બાદ તેમણે કેડેટ્સને સંબોધન કર્યું. કેડેટ્સને આજના પડકારોનો સામનો કરવા માટે આધુનિક તકનીકીથી માહિતીગાર રહેવા અને તાલીમ પ્રાપ્ત કરવા માટે સારી રીતે સજ્જ રહેવા આર્મી ચીફે જણાવ્યું.
