પ્રધાનમંત્રીએ અમેરિકાના પ્રવાસને લઇને આપી જાણકારી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકા પ્રવાસે જતાં પહેલા આ પ્રવાસ વિશે જાણકારી આપી હતી. તેમણે એક વકત્વ્ય રજૂ કરીને ભારત અને અમેરિકા સંબંધિત કેટલાક વિષય પર પ્રકાશ પાડ્યો. પીએમ મોદીએ જણાવ્યું કે, હું 21થી 27 સપ્ટેમ્બર સુધી સયુંક્ત રાષ્ટ્ અમેરિકાનો પ્રવાસ કરી રહયો છું. હું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક મહાસંમેલનમાં ભાગ લઇશ, હ્યુસ્ટનમાં ભારત અમેરિકા વચ્ચે ઉર્જા ક્ષેત્રે ભાગીદારી વધારવા માટે અમેરિકાની મુખ્ય કંપનીઓ સાથે વાતચીત થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, મારા માટે ખુશીની વાત છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરવામાં મને સહયોગ કરશે, સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમમાં આપણી ભાગીદારીમાં સતત વિકાસ લક્ષ્યોને સાકાર કરવાની ભારતીય સફળતાને રજૂ કરીશ.
