મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી, 21 ઓકટોબરે મતદાન, 24 ઓકટોબરે મતગણતરી
Live TV
-
મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરે થશે. આજે નવી દિલ્હીમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, બંને રાજ્યોમાં તત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરે થશે. આજે નવી દિલ્હીમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, બંને રાજ્યોમાં તત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા નવેમ્બર પહેલાં પૂર્ણ કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણાની 90 બેઠકો પર મતદાન થશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ બીજી નવેમ્બર અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવમી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આઠ કરોડ નવ લાખ મતદાતાઓ છે, જ્યારે હરિયાણામાં 82 લાખ મતદાતાઓ છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાશે.
