Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનના શ્રીનાથજી ખાતે 5,500 કરોડ રૂપિયાના ખર્ચના વિકાસકામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના શ્રીનાથજી ખાતે 5 હજાર 500 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. જેમાં ઉદયપુર રેલવેસ્ટેશનના પુનઃ વિકાસ કાર્યનો તેમજ નાથદ્વારાથી રાજસમંદ સુધીના રેલમાર્ગના ગેઇજ પરિવર્તન કાર્યના શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઉદયપુરથી શામળાજી સુધીના છ માર્ગીય ધોરીમાર્ગ સહિત 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું પણ પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું.

    નાથદ્વારામાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યોના વિકાસ થકી દેશના વિકાસ પર કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે નવા વિકાસકામો થકી ગ્રેનાઇટ, માર્બલ સહિતના ઉદ્યોગોને ફાયદો થશે અને જયપુરથી જોધપુર વચ્ચેનું અંતર 3 કલાકથી ઘટી જશે. 

    પ્રધાનમંત્રી આબુ રોડ ખાતે, વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે રાજસ્થાનની ધરતી તપ અને તપસ્યાની છે. એક સેવક તરીકે વારંવાર આપના દર્શનનો અવસર મળે છે. / વધુમાં તેમણે જણાવ્યુ / કે આજના દિવસે / 10 મે 1857 ના  સ્વતંત્રતા સંગ્રામની ચિંનગારી ઉઠી હતી ત્યારે આજના દિવસે વીર ભૂમિ રાજસ્થાન આવવું  એ ગૌરવની વાત છે. પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબુમાં બ્રહ્માકુમારીના શાન્તિવનની મુલાકાત લીધી . જયાં તેઓએ  સુપર સ્પેશ્યાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલ તેમજ શિવમણી વૃદ્ધાશ્રમનો શિલાન્યાસ કર્યો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply