Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક ચૂંટણી: 31 જિલ્લાની 224 બેઠકો માટે 65.69 ટકા મતદાન નોંધાયું

Live TV

X
  • કર્ણાટક વિધાનસભામાં 31 જિલ્લાની 224  બેઠકો માટેનું મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું . જે સાંજે છ વાગ્યે પૂર્ણ થયું હતું . સાંજે પાંચ વાગ્યા સુધી 65.69 ટકા મતદાન નોંધાયું હતું. 224 બેઠકો માટે  2,615 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે જેમાં 184 મહિલા ઉમેદવાર  અને 2,430 પુરુષ ઉમેદવાર મેદાનમાં છે. ત્રણ લાખથી વધુ ચૂંટણી કર્મચારીઓ, 84,000 રાજ્ય પોલીસ કર્મચારીઓ અને 58,000 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનો આજે સુરક્ષા ફરજ માટે તહેનાત રહ્યા હતા.

    મતદાન મથકોમાં રેમ્પ, પીવાનું પાણી, શૌચાલય, વિશ્રામ કેન્દ્રો અને પાર્કિંગની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેંગલુરુના વિજયનગરમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બી.એસ.યેદીયુરપ્પાએ શિવ-મોગાના શિકારી-પુરામાં મતદાન કર્યું હતું. કર્ણાટકના હાલના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ એ  હુબલીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply