Skip to main content
Settings Settings for Dark

આજે નેશનલ ટેક્નોલોજી દિવસ પર પ્રધાનમંત્રી 5800 કરોડ રૂપિયાની પરિયોજનાની શરૂઆત કરાવશે

Live TV

X
  • આ કાર્યક્રમ ટેકનોલોજી દિવસની 25મી ઉજવણીનું પ્રતિક બની રહેશે

    આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. વૈજ્ઞાનિક સમુદાય દર વર્ષે આ દિવસની ઉજવણી  કરતો હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પ્રગતિ મેદાનમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ ટેકનોલોજી દિવસની 25મી ઉજવણીનું પ્રતિક બની રહેશે. 11 થી 14 મે દરમિયાન આ કાર્યક્રમ ચાલશે.પ્રધાનમંત્રી આ પ્રસંગે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી પ્રગતિ સાથે સંકળાયેલી રૂપિયા અઠાવનસો કરોડની પરિયોજનાઓની આધારશિલા મુકશે.

    પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારત પરિકલ્પના હેઠળ દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરવા આ યોજનાઓ અમલી બનવાની છે. અટલ ઇનોવેશન મિશન પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી ટેકનોલોજી પ્રગતિ દર્શાવતા એક્સપોનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કા પણ જારી કરશે. ભારતે 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું .આ દિવસે મળેલી સફળતાનો જશ્ન મનાવવા આ દિવસ મનાવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply