Skip to main content
Settings Settings for Dark

જાણો શા માટે 11 મેના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

Live TV

X
  • દર વર્ષે 11 મે ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા દેશમાં ટેકનોલોજી  ક્ષેત્રના દિગ્ગજો, સંશોધકો અને એન્જિનિયરોની સિદ્ધિઓને પ્રકાશિત કરે છે. આ દિવસ ભારતની એક મહાન ઉપલબ્ધિની યાદ અપાવે છે. આ સિદ્ધિ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશને મોટી સફળતા મળી છે. આ સફળતા ભારતીય સેના સાથે સંબંધિત હતી. અહીં વાત પોખરણ-2 ટેસ્ટ વિશે થઈ રહી છે. 

    પોખરણ પરમાણુ પરીક્ષણ 

    આ પરમાણુ પરીક્ષણ રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જથી કરવામાં આવી રહ્યું હતું. તે ભારતનું પહેલું નહીં પણ બીજું પરમાણુ પરીક્ષણ હતું. તેમ છતાં આ પરમાણુ પરીક્ષણ ભારત માટે ઘણી રીતે ખાસ હતું.  ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પોખરણ પરમાણુ પરીક્ષણની યાદમાં 11 મે ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો હતો.

    રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ- 2023 થીમ

    દર વર્ષે નેશનલ ટેક્નોલોજી ડે પર નવી થીમ જાહેર કરવામાં આવે છે. આ થીમ પર આજના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023 ની થીમ હજુ જાહેર કરવાની બાકી છે. સામાન્ય રીતે, થીમ વિજ્ઞાન અને તકનીકી વિભાવનાઓના સંશોધનની આસપાસ ફરે છે.

    ગયા વર્ષે, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2022 ની થીમ "સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ" હતી. 

    રાજયના મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી 

    રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ' પર શુભેચ્છા આપી હતી . તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ટેકનોલોજી થકી આજે ભારતે દરેક ક્ષેત્રે વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરી દુનિયામાં એક આગવી ઓળખ બનાવી છે. 1998 માં આજના દિવસે ભારતે શ્રદ્ધેય અટલજીના નેતૃત્વમાં પરમાણુ પરીક્ષણ કરીને ન્યુક્લિયર યુગમાં કદમ મૂક્યાં હતાં, તેની યાદમાં ઉજવાતા 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ'ની આપ સૌને શુભેચ્છાઓ.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply