Skip to main content
Settings Settings for Dark

બંગાળની ખાડી પરનું ચક્રવાત ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે નહીં: હવામાન વિભાગ

Live TV

X
  • આજે મધ્યરાત્રિ સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના

    બંગાળની ખાડી ઉપરનું ડીપ પ્રેશર એરિયા ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. ચક્રવાત મોચા પોર્ટ બ્લેરથી લગભગ પાંચસો કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને બાંગ્લાદેશમાં કોક્સ બજારથી લગભગ 1200 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે.

    હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન આજે મધ્યરાત્રિ સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ચક્રવાત ઓડિશાના તટવર્તી છે. તેમણે કહ્યું કે ચક્રવાત દરિયાકાંઠાના ઓડિશા અને આંધ્રપ્રદેશને અસર કરશે નહીં. ચક્રવાત બાંગ્લાદેશ-મ્યાનમારના તટ તરફ આગળ વધશે.

    જોકે ચક્રવાતને કારણે ઊંડા સમુદ્રમાં સ્થિતિ પ્રતિકૂળ રહેશે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે તમામ પ્રકારની નાની બોટો અને માછીમારોને રવિવાર સુધી દક્ષિણપૂર્વ અને મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply