Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીને પ્રદર્શિત કરતા એક્સ્પોનું કર્યું ઉદ્દઘાટન

Live TV

X
  • દેશ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ -2023ની ઉજવણી કરી રહ્યો છે

    દેશ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ -2023ની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પ્રગતિ મેદાન ખાતે આયોજીત રાષ્ટ્રીય ઉજવણી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી મોદીએ તે પછી  વિદ્યાર્થીઓ દ્વારા અટલ ઇનોવેશન મિશન હેઠળ તૈયાર થયેલા પ્રોજેક્ટનું પ્રદર્શન નિહાળીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.  પ્રધાનમંત્રી મોદી સમારંભમાં  વૈજ્ઞાનિક અને ટેકનોલોજી પ્રગતિ સાથે સંકળાયેલી રૂપિયા  અઠાવનસો કરોડની પરિયોજનાઓની આધારશિલા મુકવા જઇ રહ્યા છે.

    તે અંતર્ગત પ્રધાનમંત્રી એલઆઇજીઓ- ઇન્ડિયા પ્રોજેક્ટની આધારશિલા મુકી રહ્યા છે. તેઓ નેશનલ હેડ્રોન બીમ થેરપી સુવિધા પણ રાષ્ટ્રને અર્પણ કરવા જઇ રહ્યા છે. વિશાખા પટ્ટણમ ખાતેનો રેયર અર્થ પરમેનેન્ટ મેગ્નેટ પ્લાન્ટ પણ રાષ્ટ્રને અર્પણ કરશે.  તે ઉપરાંત અનેક કેન્સર હોસ્પિટલ અને સારવાર સંબંધિત સુવિધાઓની આધારશિલા પણ મુકશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને ડોક્ટર જીતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply