પ્રધાનમંત્રીએ આરોગ્ય અને તબીબી સંશોધન અંગેના બજેટ સંદર્ભમાં વેબીનારમાં કર્યું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય અને તબીબી સંશોધન પરના બજેટ પછીના સત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાના યુગમાં વિકસિત દેશોની કાર્યક્ષમ આરોગ્ય પ્રણાલી પણ પડી ભાંગી છે. અને વિશ્વ હવે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારતનો અભિગમ માત્ર સ્વાસ્થ્ય સંભાળ પૂરતો મર્યાદિત નથી તેમ જણાવતા પ્રધાનમંત્રી એ કહ્યું કે, દેશ વેલનેસ પર પણ કામ કરી રહ્યું છે. બીજી તરફ, આ વર્ષે કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે સૂચનો આમંત્રિત કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે બાર વેબિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આજેનો વેબિનાર પણ તેનો જ એક ભાગ હતો. વર્ષ 2023-24ના બજેટમાં કેન્દ્ર સરકારે સાત ક્ષેત્રોને પ્રાથમિકતા આપી છે જે એકબીજાના પૂરક છે. આ વિસ્તારોને અમૃતકાળના સપ્તઋષિ એટલે કે પથદર્શક કહેવામાં આવે છે. સર્વસમાવેશક વૃદ્ધિએ સરકારના પ્રાથમિકતા ક્ષેત્રોમાંનો એક છે. તેમાં 57 નર્સિંગ કોલેજોની સ્થાપના, ખાનગી ક્ષેત્ર સાથે મળીને તબીબી સંશોધનને પ્રોત્સાહિત કરવા, દવાઓમાં નાવાચાર અને તબીબી ઉપકરણો માટેના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
