પ્રધાનમંત્રીએ કર્યું ડો. આંબેડકરના રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્ઘાટન
Live TV
-
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિની પૂર્વ સંધ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના અલીપુર રોડ પર ડો. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્ઘાટન કર્યું.
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિની પૂર્વ સંધ્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના અલીપુર રોડ પર ડો. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. 100 કરોડ રૂપિયાના ખર્ચથી બંધારણ પુસ્તકની આકૃતિમાં બનેલું આ સ્મારક છે આધુનિક અને બૌદ્ધ શિલ્પકારીની અદ્ભુત મિસાલ.
14 એપ્રિલે દર વર્ષે બાબા સાહેબ આંબેડકરની જયંતી પર મહાપરિનિર્માણ દિવસ મનાવવામાં આવે છે. સામાજીક ન્યાય અને આધિકારિતા મંત્રાલયે દિલ્હી સ્થિત આ પાવન ભૂમિને વિશ્વસ્તરીય સ્મારકમાં ફેરવી દીધું છે જેની મુલાકાત અમારા સંવાદદાતા અભિષેક સિંહે લીધી. અલીપુર રોડને મહાપરિનિર્વાણ ભૂમિ પણ કરી શકાય છે. આ સ્મારક આધુનિક ટેકનિક અને બૌદ્ધ શૈલીથી તૈયાર કરાયેલ ભારતની પ્રથમ ઈમારત છે. આ સ્મારકની અંદર સંગીતમય ફુવારા, અશોક સ્તંભ, બાબા સાહેબની 12 ફૂટ ઉંચી કાસ્યની પ્રતિમા અને બે તોરણ દ્વાર બનાવવામાં આવ્યા છે.