આંબેડકર સ્મારકના ઉદ્ઘાટન માટે મેટ્રોની સવારી કરી પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લોક કલ્યાણ માર્ગ સ્ટેશનથી મેટ્રોની સવારી કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લોક કલ્યાણ માર્ગ સ્ટેશનથી મેટ્રોની સવારી કરી. પીએમ મોદી અલીપુર રોડ પર કાર્યક્રમમાં પહોંચવા માટે દિલ્હી મેટ્રોમાં યાત્રા કરી. આ દરમિયાન મેટ્રો સ્ટેશન પર લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્ઘાટન કરશે.
આ સ્મારક ભારતના બંધારણના ઘડવૈયા આંબેડકરના જીવન અને તેમના યોગદાનને સમર્પિત છે. પ્રધાનમંત્રીએ 21 માર્ચ 2016ના આ સ્મારકની આધારશિલા રાખી હતી. ભારત રત્ન ડો. ભીમ રાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહૂમાં 14 એપ્રિલ 1891માં થયો હતો અને તે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી હતી.