કઠુઆ રેપ કેસ: સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફટકારી નોટિસ
Live TV
-
જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની આસિફા સાથે પહેલા મંદિરમાં ઘણાં દિવસો રેપ થતો રહ્યો અને પછી તેની હત્યા કરી નાંખી હતી. મન-મગજ હચમચાવી નાંખતી આ ઘટના અંગે આખા દેશમાં ગુસ્સો છે. આસિફાના પરિવારમાં દુખનો માહોલ છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મુદ્દે આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી છે.

સુપ્રીમ કોર્ટે કઠુઆ મામલામાં સંજ્ઞાન લેતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, જમ્મુ-કાશ્મીર બાર એસોસિએશન, જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ બાર એસોસિએશનને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે આ નોટિસ કાશ્મીરમાં વકીલો સામે દાખલ કરવામાં આવી છે તે એ યાચિકા પર લેવાઇ છે જેમાં આરોપ છે કે વકીલોએ ચાર્જશીટ નોંધવાથી રોકયા હતાં.
આસિફાની બહેનનું કહેવું છે, અમને જંગલમાં જતા ડર ન હતો લાગતો પરંતુ હવે રસ્તા પર જતા ડર લાગે છે. અમને ન્યાયની આશા છે. આરોપીઓને ફાંસીની સજા આપવી જોઇએ. તેમણે કહ્યું કે અમે બહું પરેશાન છે. અમને રોટલી ખાવા નથી મળતી. બહું જ ડર લાગે છે. અમને હવે માત્ર ન્યાયની આશા છે.