પ્રધાનમંત્રીએ કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા કરી મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા.
Live TV
-
રાજ્યોમાં લોકડાઉનના પાલન અંગે કરી ચર્ચા. ઘરે તૈયાર થયેલા માસ્કનો પ્રધાનમંત્રીએ કર્યો ઉપયોગ. અન્ય મુખ્યમંત્રીઓએ પણ માસ્ક સાથે લીધો વિડિયો કોન્ફરન્સમાં લીધો ભાગ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના મુદ્દે , રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કર્યો હતો. કોરોના વાયરસના પડકારને નિપટવા માટે પ્રધાનમંત્રીએ, ત્રીજી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કોન્ફરન્સિંગમાં અમરિંદરસિંહ (પંજાબ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), કે ચંદ્રશેખર રાવ (તેલંગાણા) અને નીતીશ કુમાર (બિહાર) સહિતના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ શામેલ હતા.
આ અગાઉ મોદીએ 20 માર્ચ અને 2 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓએ માસ્ક પહેર્યા હતા. બેઠકમાં કોરોના વાયરસને રોકવા પર ચર્ચા થઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને જરુરી હોય તો જ ઘરની બહાર નિકળે, અને તે પણ માસ્ક પહેરીને નિકળે ,તેની ઉપર આ ચર્ચા દરમિયાન ભાર મુકવામાં આવ્યો હતો
