પ્રધાનમંત્રીએ ગ્રીસની મુલાકાતથી પાછા ફર્યા પછી તરત જ, બેંગલુરુમાં ચંદ્રયાન-3ની ટીમ સાથે કરી મુલાકત
Live TV
-
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતેથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરત જ બેંગલુરુ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ 26મી ઓગસ્ટના રોજ સવારે 7:15 વાગ્યે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈશરોના વૈજ્ઞાનીકો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. ISROના ચીફ એસ.સોમનાથએ તેમને ચંદ્રયાન વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ પોતાની મુલાકાત દરમિયાન ઈશરોના વૈજ્ઞાનીકોને સંબોધન કર્યુ હતુ અને ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.તેમજ પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનીકોને સંબોધન કરતા જણાવ્યુ કે, તમારી વચ્ચે આવીને આજે અલગ જ ખુશી મળી. પ્રધાનમંત્રીએ જે જગ્યાએ લેન્ડર લેન્ડ થયું હતુ તે પોઈન્ટને "શિવ શક્તિ" નામ આપ્યુ હતુ
ચંદ્રયાનના લેન્ડરની ચંદ્ર પર લેન્ડ થવાનો એ સમય અમર થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે ઈશરોના તમામ વૈજ્ઞાનીકો હાજર રહ્યા હતા.
23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 મિશન સફળ થયું હતુ. લેન્ડરે ભારતીય સમય અનુસાર સાંજના 06.04 વાગ્યે લેન્ડરે ચંદ્રની સપાટી પર લેન્ડ કર્યું હતુ. જે બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો છે. તેમજ ચંદ્ર પર સફળતા પૂર્વક મિશન પાર પાડનાર ચોથો દેશ બન્યો છે.જેને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશરોના તમામ વૈજ્ઞાનીકોને અભિનંદન પાઠવ્યા હતા.
