ચંદ્ર પર જ્યાં વિક્રમ લેન્ડર લેન્ડ થયું તે પોઈન્ટ 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે, 23 ઓગ્સટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે, PM મોદીએ આપ્યા વિવિધ નામ
Live TV
-
વિક્રમ લેન્ડર જ્યાં લેન્ડ થયું તે પોઈન્ટ 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે. તેમજ 23 ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે.
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતેથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરત જ બેંગલુરુ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ 26મી ઓગસ્ટના રોજ સવારે 7:15 વાગ્યે બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈશરોના વૈજ્ઞાનીકો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન ચંદ્ર પર વિક્રમ લેન્ડર લેન્ડ થયું તે પોઈન્ટનું નામ 'શિવ શક્તિ' આપ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે શિવ શક્તિમાં શિવ એ માનવતાનું પ્રતિક છે અને શક્તિએ સ્ત્રિનું પ્રતિક છે તેવું તેમણે જણાવ્યુ હતુ. તેમજ ચંદ્રયાન -2એ જ્યાં પદચિન્હ છોડ્યા હતા તે પોઈન્ટને 'તિરંગા' તરીકે ઓળખવામાં આવશે. આ બન્ને નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપવાની સાથે
તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશરોના વૈજ્ઞાનીકોને સંબોધન કરતા 23 ઓગ્સટ વિશે જણાવતા કહ્યુ કે, 23 ઓગસ્ટના ઐતિહાસિક દિવસને હવેથી 'નેશનલ સ્પેસ ડે'ના રૂપમાં મનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશરોના વૈજ્ઞાનીકોની મહેનતને યાદ કરતા તેને યજ્ઞ ગણાવ્યો હતો અને તમામ વૈજ્ઞાનીકોને અભિનંદન આપ્યા હતા. તેમજ ઈશરોના ઐતિહાસિક મિશનને યાદ કરી મહાનુભાવોને પણ યાદ કર્યા હતા.
