Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Live TV

X
  • આજે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિ છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તેમની જન્મજયંતિ નિમિત્તે મહાત્મા જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાત્મા જ્યોતિબા ફુલેને મહાન ચિંતક, તત્વજ્ઞાની અને લેખક તરીકે દર્શાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓએ જીવનભર મહિલાઓને શિક્ષિત કરવા તેમજ તેમના સશક્તિકરણ કરવાના હેતુ માટે કટિબદ્ધ હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાત્મા જ્યોતિબા ફુલેનું સમર્પણ અને સમાજ સુધારણા પ્રત્યેની કટિબદ્ધતા આવતી પેઢીઓને પ્રેરણારૂપ બનાવશે.
    ત્યારે આ અવસરે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ચિંતક અને લેખક જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓ માટેની પ્રથમ શાળા શરૂ કરવાનો શ્રેય મહાત્મા ફુલેને જાય છે. મહાત્મા ફૂલેએ ભારતીય સમાજમાં જાતિ આધારિત વિભાગો અને ભેદભાવને સમાપ્ત કરવામાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
    આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાઇડુ, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સહીત દેશભરના લોકોએ સમાજ સુધારક જ્યોતિબા ફુલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply