પ્રધાનમંત્રીએ પેરિસ સમજૂતિની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે ક્લાઇમેટ એમ્બિશન સમિટમાં સંબોધન કર્યું
Live TV
-
12 ડિસેમ્બર 2015માં અપનાવામાં આવેલા પેરિસ સમજૂતી કરારની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે કલાઇમેટ એમ્બિશન સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના નેતાઓ ભેગા મળીને હવામાન પલટાને રોકવા અને પેરિસ કરારને પહોંચી વળવા નવી કટિબદ્ધતા કરવા માટે ભેગા થયા હતા. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતે પેરિસ કરાર 2015 મુજબ હવામાન પરિવર્તન(ક્લાઈમેટ ચેન્જ) સામે ફક્ત તેનો લક્ષ્યાંક જ સર નથી કર્યો, ભારતે તે નિર્ધારિત લક્ષ્યાંક થી પણ આગળ વધી ને કામ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સના સહયોગથી યોજાયેલી આબોહવા મહત્વાકાંક્ષા સમિટ 2020 માં બોલતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનો અને આવનારી પેઢીને પ્રેરણા આપવા માટે લક્ષ્યોની સામે સિદ્ધિઓની સમીક્ષા થવી જ જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતની સૌર ક્ષમતા 2014 માં 2.63 ગીગાવોટ જેટલી હતી, જયારે અત્યારે 2020 માં ભારતે તેની સૌર ક્ષમતા 36 ગીગાવોટ જેટલી વધારી છે.
આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ અને આપત્તિ નિરોધક માળખા માટેના જોડાણની બે નોંધપાત્ર પહેલનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 2047 માં શતાબ્દી ભારત તેના લક્ષ્યોને જ પૂર્ણ નહિ કરે, પરંતુ આ નિર્ધારિત લક્ષ્યોને વટીને અપેક્ષાઓ કરતાં પણ વધારે કામ કરશે. તેમણે કહ્યું કે ભારત તેના જંગલ આવરણને વધારવામાં અને તેની જૈવ વિવિધતાને સુરક્ષિત કરવામાં ઘણું સફળ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પાસે વિશ્વની ચોથી સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા ક્ષમતા છે અને 2030 સુધીમાં દેશમાં 450 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક છે.
આ વર્ચુઅલ સમિટમાં વિશ્વના નેતાઓ ભેગા મળીને હવામાન પલટાને રોકવા અને પેરિસ કરારને પહોંચી વળવા નવી કટિબદ્ધતા કરવા માટે ભેગા થયા હતા. ક્લાઇમેટ એમ્બિશન સમિટ 2020, 12 મી ડિસેમ્બર 2015 ના રોજ અપનાવવામાં આવેલા પેરિસ કરારની પાંચમી વર્ષગાંઠ તરીકે યોજવામાં આવી હતી.
