Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ આજે ફિક્કીના 93માં વાર્ષિક સંમેલનમાં સંબોધન કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફિક્કીના 93માં વાર્ષિક સામાન્ય સંમેલનમાં સંબોધન કર્યુ. તેમણે આ સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં ભારતે લોકોના જીવનને બચાવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ગયા મહિનાઓમાં ભારતે જે રીતે સ્થિતિને સંભાળી છે તેણે દુનિયાને આશ્ચર્ય ચકિત કરી દીધી છે. 

    ગયા 6 વર્ષોમાં ભારત પર દુનિયાનો જે વિશ્વાસ હતો તે વધારે મજબૂત બન્યો છે. આજે ભારતનો દરેક નાગરિક આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સપોર્ટ કરી રહ્યો છે. સરકાર જેટલી નિર્ણાયક રહેશે તે બીજા માટે તેટલી જ મુશ્કેલીઓ ઓછી કરશે. 

    હવે દેશમાં થઈ રહેલા સુધારા ઘણી દિવાલોને હટાવવાનું કામ કરી રહ્યા છે. કૃષિ સુધાર આજ વાતની એક કડી છે. આ સુધારા બાદ ખેડૂતોને નવુ બજાર મળશે, કૃષિ ક્ષેત્રમાં રોકાણ થશે. 

    આજે દુનિયાનું સૌથી મોટુ DBT ભારતમાં કામ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આ તંત્રની પ્રશંસા થઈ છે. કોરોના મહામારીમાં તેના દ્વારા ફક્ત એક ક્લિક દ્વારા કરોડો રૂપિયા સામાન્ય લોકોને મોકલવામાં આવ્યા છે. 

    દેશના કૃષિ ક્ષેત્રોને મજબૂત કરવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. પાકને માર્કેટમાંથી બહાર વેચવાની સુવિધાની સાથે જ માર્કેટનું આધુનિકીકરણ થયું છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પાક વેચવાનો મોકો મળી રહ્યો છે. 

    કૃષિમાં ખાનગી ક્ષેત્રનું પુરતા પ્રમાણમાં રોકાણ થયું છે. આ તરફ ઉદ્યોગ જગતનું ધ્યાન નથી ગયુ. કૃષિને ઉદ્યોગ જગતની રૂચિ અને રોકાણ બન્નેની જરૂર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply