પ્રધાનમંત્રીએ પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદમાં સંબોધન કર્યું
Live TV
-
પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદના ઉદઘાટનસત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરચ્યુઅલ ભાગ લઇને પરિષદને સંબોધન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ દાદરા નગર હવેલી , દમણ અને દીવમાં આયોજીત પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદના ઉદઘાટન સત્રમાં સામેલ થયા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે,, લોકશાહીની પાયાની સંસ્થાઓમાં લોકશાહી જેટલી મજબૂત થશે તેટલા પ્રમાણમાં જ શિખર પર લોકશાહી મજબૂત થશે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન સૂચન કરતા કહ્યું હતું કે, જે પણ જવાબદારી મળે, આપણે આપણી ક્ષમતા વધારવી જોઈએ.આપણે એકબીજા પાસેથી શીખવું જોઈએ..તમારે વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહેવું જોઈએ અને એકબીજાના સંપર્કમાં રહેવું જોઈએ, તમારા વિસ્તારોમાં શું થઈ રહ્યું છે તેની એકબીજાને જાણ કરવી જોઈએ
