Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રિન્યુએબલ નેચરલ ગેસ પ્લાન્ટનુ ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્દોરમાં ઠોસ કચરા આધારિત ગોબર ધન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાયું હતું કે, સમય સાથે ઇન્દોર બદલાયુ છે. ઇન્દોરનું નામ આવતા જ સૌ પ્રથમ દેવી અહલ્યાબાઈ હોલકર નું નામ યાદ આવે છે. દેવી અહલ્યા બાઈ સાથે આજે ઇન્દોરનું નામ સાંભળતા આજે મનમાં "સ્વચ્છતા" અને "નાગરિકોનું કર્તવ્ય" યાદ આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના 75 મોટા શહેરોમાં ગોબર ધન બાયો CNG પ્લાન્ટ બનાવવા જોર આપવામાં આવી રહ્યું છે. આ અભિયાન શહેરને સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત બનાવવાની દિશામાં કામ કરશે. છેલ્લા 7 વર્ષોમાં સરકારે જે યોજનાઓ બનાવી છે તે સ્થાયી સમાધાન આપવાવાળી યોજનાઓ છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વછ ભારત મિશન 2.૦ માં પ્રદુષણ સામે લડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સરકારનો પ્રયાસ છે કે, વધુમાં વધુ શહેરો વોટર પ્લસ બને.. સ્વછ ભારત મિશન ના બીજા ચરણ પર જોર આપવામાં આવી રહ્યું છે. જ્યાં સ્વછતા હોય છે ત્યાં પર્યટન રહેલું હોય છે.

    પશ્ચાતભૂમિકા

    પ્રધાનમંત્રીએ તાજેતરમાં "કચરામુક્ત શહેરો" બનાવવાનાં એકંદર વિઝન સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 શરૂ કર્યું હતું. સંસાધન પુનઃપ્રાપ્તિને મહત્તમ કરવા માટે "કચરામાંથી કંચન" અને "ચક્રીય અર્થતંત્ર"ના સર્વોચ્ચ સિદ્ધાંતો હેઠળ આ મિશન અમલમાં આવી રહ્યું છે – આ બંને ઇન્દોર બાયો-સીએનજી પ્લાન્ટમાં દાખલારૂપ છે.

    આજે ઉદ્ઘાટન કરાયેલા આ પ્લાન્ટની પ્રતિદિન 550 ટન ભીના કાર્બનિક કચરાને અલગ કરવાની ક્ષમતા છે. તે દરરોજ આશરે 17,000 કિલો સીએનજી અને દૈનિક 100 ટન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. પ્લાન્ટ શૂન્ય લેન્ડફિલ મોડલ પર આધારિત છે, જેમાં કશું જ નકામું  પેદા કરવામાં આવશે નહીં. વધુમાં, આ પ્રોજેક્ટથી બહુવિધ પર્યાવરણીય લાભો પ્રાપ્ત થવાની અપેક્ષા છે, જેમ કે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો, ખાતર તરીકે ઓર્ગેનિક ખાતર સાથે ગ્રીન ઊર્જા પૂરી પાડવી.

    ઈન્દોર ક્લિન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ, એક વિશેષ હેતુ વાહન (એસપીવી), જે પ્રોજેક્ટના અમલીકરણ માટે બનાવવામાં આવ્યું હતું, તેની સ્થાપના ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (આઇએમસી) અને ઈન્ડો એન્વિરો ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ લિમિટેડ(IEISL) દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ IEISL દ્વારા ₹150 કરોડના 100 ટકા મૂડી રોકાણ સાથે કરવામાં આવી હતી. ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઓછામાં ઓછો 50% સીએનજી ખરીદશે અને તેના પ્રકારની પ્રથમ પહેલમાં 400 સિટી બસો સીએનજી પર ચલાવશે. સીએનજીનો બાકી જથ્થો ખુલ્લાં બજારમાં વેચવામાં આવશે. ઓર્ગેનિક ખાતર કૃષિ અને બાગાયતી હેતુઓ માટે રાસાયણિક ખાતરોનું સ્થાન લેવામાં મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply