પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
100 વોટના ટ્રાન્સમીટરનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચિગ કરવામાં આવ્યુ
દેશમાં રેડિયો પ્રસારણને વેગ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ 100 વોટના ટ્રાન્સમીટરનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચિગ કરવામાં આવ્યુ. આ ટ્રાન્સમીટર 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાઓમાં લગાવવામાં આવ્યા છે. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા રેડિયો અને પ્રસાર ભારતીના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. આકાશવાણીની FM સર્વિસના બે કરોડ લોકો સુધી રેડિયો સેવાઓ ઉપલબ્ધ થશે. તેમજ 33 હજાર કિલોમીટરના વર્ગ ક્ષેત્રમાં આ કેવરેજ સેવા મળી રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યુ હતુ કે દેશના 84 જિલ્લા અને બે કરોડ લોકો માટે 91 એફએમ મોટી ભેટ સમાન છે..જેનાથી દેશમાં રેડિયો કનેક્ટીવીટીમાં વધારો થશે. આજે મોબાઈલની કિંમત અને મોબાઈટ ડેટામાં ઘટાડો થયો છે. નાના વેપારીઓ ટેકનોલોજીના માધ્યમથી પોતાની ચીજો વેચી રહ્યા છે. પ્રધાનમંત્રી દ્રઢપણે માને છે કે જનતા સુધી પહોંચવામાં રેડિયો મહત્વની ભૂમિકા ભજવે છે.
પ્રધાનમંત્રીને વિશાળ શ્રોતાઓ સુધી પહોંચવા માટે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો. હવે આ કાર્યક્રમનો ઐતિહાસિક 100મો એપિસોડ 30મી એપ્રિલ, રવિવારના રોજ ટેલિકાસ્ટ થવાનો છેહવે આ કાર્યક્રમનો ઐતિહાસિક 100મો એપિસોડ 30મી એપ્રિલ, રવિવારના રોજ ટેલિકાસ્ટ થવાનો છે
