પ્રધાનમંત્રીએ "વીર બાળ દિવસ" કાર્યક્રમમાં ભાગ લીધો, યુવા વીર માર્ચ પાસ્ટને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું સાહિબજાદાનું બલિદાન રાષ્ટ્રીય પ્રેરણાનો વિષય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં આયોજિત "વીર બાળ દિવસ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ શીખોના ધર્મ ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો શ્રી સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંગ જીના શૌર્ય અને બલિદાનને નમન કરવા યોજાયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સાહિબજાદાનું બલિદાન રાષ્ટ્રીય પ્રેરણાનો વિષય છે, તેમણે પોતાના માટે જીવવા કરતાં, દેશ માટે મારવાનું પસંદ કર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવનાર 25 વર્ષ યુવા પેઢી માટે નવી તક લઈને આવી રહ્યું છે, ત્યારે આપણે પોતાની વિરાસતને સાથે લઈને આગળ વધવાનું છે. ગત વર્ષે પ્રધાનમંત્રી મોદીએ, 26 ડિસેમ્બરને શ્રી સાહિબજાદા બાબા જોરાવરસિંગજી અને બાબા ફતેહસિંગજીની શહીદીના દિવસને "વીર બાળ દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમના અંતમાં પ્રધાનમંત્રીએ, 600થી વધારે યુવાઓની માર્ચ પાસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહે પણ "વીર બાળ દિવસ" નિમિત્તે સોશિયલ મીડિયા X પર, શ્રી ગોવિંદ ગુરુ સાહેબ ના ચાર સાહેબજાદાઓને યાદ કરી, તેમના બલિદાનને વંદન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પૂરબના દિવસે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.