પ્રધાનમંત્રીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી મળવા પર પાઠવ્યા અભિનંદન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીને DCGI ની મંજૂરી મળવા પર આને વૈશ્વીક મહામારી કોરોના સામેની મહત્વપૂર્ણ લડાઈમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા માટેનું એક નિર્ણાયક પગલું ગણાવ્યું છે.
સતત ઘણાં ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક મહત્વપૂર્ણ લડાઈમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા માટેનો આ એક નિર્ણાયક સમય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીને મંજૂરી મળ્યા બાદ સ્વસ્થ અને કોરોના મુક્ત રાષ્ટ્ર થવાનો રસ્તો મળ્યો છે તે બદલ ભારતના વૈજ્ઞાનિકો અને સંશોધકોને બધાઈ પાઠવી. વધુમાં તેમણે કહ્યું કે આ ઉપલબ્ધિ પર પ્રત્યેક નાગરિકને ગર્વ થશે કે જે બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે તે ભારતમાં જ બની છે. આ સફળતા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરતા વૈજ્ઞાનિકોની ઉત્સુકતાને દર્શાવે છે. જેના મૂળમાં જ કરુણા અને સેવાભાવ છે. અનેક વિપરીત પરિસ્થિતિઓમાં પણ ઉત્કૃષ્ટ કાર્યો કરવા માટે ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સ્વચ્છતા કર્મીઓ અને બધા કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કર્યો.
