પ્રધાનમંત્રીએ COVID19 સામે લડવા માટે 15 હજાર કરોડના રાહત પેકેજની કરી જાહેરાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ના ઉપચાર અને આરોગ્ય સબંધી પાયાના માળખાને મજબુત કરવા ,15 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહયું કે તેનાથી કોરોના વાયરસ ને રોકવા જરૂરી ચિકિત્સક કર્મચારીઓની સંખ્યા વધારવા ,મદદ મળશે અને આ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળી શકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ના ઉપચાર અને આરોગ્ય સબંધી પાયાના માળખાને મજબુત કરવા ,15 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહયું કે તેનાથી કોરોના વાયરસ ને રોકવા જરૂરી ચિકિત્સક કર્મચારીઓની સંખ્યા વધારવા ,મદદ મળશે અને આ વિકટ સ્થિતિમાંથી બહાર નીકળી શકાશે. પ્રધાનમંત્રીએ લોકડાઉનને જનતા કરફ્યુંથી સખત ગણાવતા કહયું કે આ સ્થિતિમાં ગરીબોને વધુ મુશ્કેલી થઇ શકે છે. જે માટે સંભવ પગલા ભરવામાં આવી રહયાં છે. પ્રધાનમંત્રી એ કહયું કે 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકોને આવશ્યક ચીજવસ્તુઓની મુશ્કેલી ન પડે તે માટે સઘન પ્રયત્ન થઈ રહ્યા છે. તમામ જરૂરી વસ્તુઓ પુરી પડાશે.
