પ્રધાનમંત્રીએ ડોકટરો અને ચિકિત્સા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ના સંદર્ભમાં ડોકટરો અને ચિકિત્સા વ્યવસાય સાથે સંકળાયેલ લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. તેમજ પ્રધાનમંત્રી એ આરોગ્ય વ્યવસાયીઓની નિષ્ઠા અને સમર્પણની, પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ના સંદર્ભમાં ડોકટરો અને ચિકિત્સા વ્યવસાય સાથે સંકળાયેલ લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. તેમજ પ્રધાનમંત્રી એ આરોગ્ય વ્યવસાયીઓની નિષ્ઠા અને સમર્પણની, પ્રશંસા કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી એ કોરોના વાયરસથી ઉભી થયેલ સ્થિતિ ઉપર ચર્ચા માટે ,વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રીન્ટ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, મીડિયાએ લોકો સુધી સુચનાનો પ્રસાર કરવામાં પ્રશંસનીય ભૂમિક નિભાવી છે. તેમણે કહ્યું કે, મીડિયાનું નેટવર્ક શહેરો અને ગામડાંમાં ફેલાયેલું છે. તેમણે કહ્યું કે, મીડિયાએ સરકાર અને લોકો વચ્ચે ,સેતુરૂપ કામ કરવું જોઈએ.
