પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સીએસઆઈઆર સોસાયટીની યોજાઈ બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, વૈશ્વિક કોવિડ રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં આવ્યું છે અનેતેની ગતિ ધીમી પડી છે, પરંતુ બહુવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર અને મજબૂત બનવાનો અમારો સંકલ્પ છે. આજે સીએસઆઈઆર સોસાયટીની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદની વર્ચુઅલ મીટીંગના અધ્યક્ષ સ્થાને શ્રી મોદીએ કહ્યું કે, ભારત કૃષિથી ખગોળશાસ્ત્ર, ડિઝાસ્ટરમેનેજમેન્ટ, ડિફેન્સ ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલિટીથી રસીમાં આત્મનિર્ભર બનવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું, કોવિડ રોગચાળાએ આ સદીનો સૌથી મોટો પડકાર ઉભો કર્યો છે, પરંતુ વિજ્ઞાને વધુ સારા ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે કહ્યું કે, કટોકટીની પરિસ્થિતિઓમાં ઉકેલ લાવવા અને શક્યતાઓ ઉભી કરવી એ વિજ્ઞાનની મૂળભૂત દ્રષ્ટિ છે. તેમણે કહ્યું, વૈજ્ઞાનિકોએ દેશને કોવિડ પરીક્ષણ કીટ, દવાઓ અને ઓક્સિજનના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યું છે.
વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની મદદથી કોવિડ રોગચાળાના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યો છે.એકવર્ષમાં સ્વદેશી રસી વિકસાવવા માટે ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ કામ જે ગતિ સાથે કરવામાં આવ્યું છે તે અભૂતપૂર્વ છે. આટલા ટૂંકા સમયમાં રસી વિકસાવવી એ ઇતિહાસની પહેલી ઘટના છે
