રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાનો રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.5 ટકા યથાવત્
Live TV
-
RBIની મોનિટરી પોલિસી કમિટીની દર બે મહિને થનારી ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજે પૂરી થઈ જેમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.5 ટકા યથાવત્ રાખ્યો છે. રિઝર્વ બેન્કે નીતિગત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નીતિ વિષયક નિવેદન આપતાં આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ માટે અનુમાનિત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો વૃદ્ધિ દર 9.5 ટકા રહેશે. મોનિટરી પોલિસીએ એવું નક્કી કર્યું છે કે વ્યાજદરમાં કોઈ જ ફેરફાર ન કરવામાં આવે. શક્તિકાંત દાસે કહ્યું કે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં છસો અબજ ડોલરની વૃદ્ધિ થઇ છે અને મુખ્ય આર્થિક સલાહકાર કે.જી. સુબ્રમણ્યમે કહ્યું છે કે, દેશમાં કોરોનાની બીજી લહેરથી આર્થિક સુધારની ઝડપ ઉપર અસર પડી છે. તેમણે એ પણ કહ્યું કે આની અસર રાજકોષીય અને રોકાણના લક્ષ ઉપર પડશે નહી, જીડીપીનાં આંકડા અપેક્ષા મુજબના જ રહ્યાં છે. હવે રાજ્યોએ કોરોનાની સ્થિતિ સુધરતા પ્રતિબંધો ઘટાડવાનું શરૂ કર્યું છે. તેમજ કે.જી. સુબ્રમણ્યમે રસીકરણ પર પણ ભાર મૂક્યો હતો.
