સ્વાસ્થ્ય મંત્રાલય: દેશમાં અત્યારસુધીમાં 22.41 કરોડ લોકોનું રસીકરણ કરાયું
Live TV
-
દેશમાં કોરોનાની સ્થિતીને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાંં આવ્યું કે દેશમાં કોરોનાની સ્થિતીમાં સુધાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.32 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 8 દિવસમાં કોરોનાનો આંક 2 લાખથી ઓછો આવી રહ્યો છે. તેમજ દેશનો રીકવરી રેટ પણ ઉંચો આવ્યો. દેશમાં અત્યારસુધીમાં 22.41 કરોડ લોકોને રસીનો ડોઝ આપાઈ ગયો છે. જેમાં મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો સામેલ છે. દેશમાં ચાલી રહેલા રસીકરણમાં 18-45 વર્ષની વય જૂથના 2.43 કરોડ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,32,000 નવા કેસ નોંધાયા છે જયારે અંતિમ ત્રણ અઠવાડિયામાં કોરોનાના 20 ટકા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
