Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીની આજે કર્ણાટકમાં કલપુરી, બેલ્લારી અને બેંગલુરુમાં ચૂંટણી સભા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં કલપુરી, બેલ્લારી અને બેંગલુરુમાં ચૂંટણી સભા સંબોધશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં કલપુરી, બેલ્લારી અને બેંગલુરુમાં ચૂંટણી સભા સંબોધશે. કર્ણાટકમાં મતદાનની તારીખ ,12 મે નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર કામગીરી બળવતર બની રહી છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી ખુદ પ્રચારમાં જોડાયા છે તો કોંગ્રેસ અને જેડીએસના નેતા પણ જોરદાર પ્રચાર કરી મતદાતાઓને આકર્ષિત કરવા પ્રયત્નશીલ બન્યા છે. જેડીએસએ આ ચૂંટણીમાં ,પોતાના બળે સરકાર રચવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ ,રાજ્યમાં ચૂંટણી રેલીને સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં નમો એપ દ્વારા ખેડૂતોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, કર્ણાટક સરકારની ઉદાસીનતાને કારણે ,ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ મળી શક્યો નથી. જેથી કર્ણાટકમાં એવી સરકાર જોઈએ જે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય. ખેતી અને ખેડૂત જેમનું લક્ષ્ય હોય. કાર્યકર્તાઓને પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂત તેમની સરકાર નું ચરિત્ર અને વિચારનો અભિન્ન હિસ્સો છે અને તેમની સરકારે જેટલાં બજેટ રજૂ કર્યા તેના કેન્દ્રમાં હંમેશાં ખેડૂત જ રહ્યો છે. તેમણે કાર્યકર્તાઓને કિસાન કલ્યાણ કાર્યક્રમ અંગે લોકોને જાણકારી આપવા જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply