રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી માટે રચાયી સમિતિ
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરવા રચાયેલી રાષ્ટ્રીય સમિતિની પ્રથમ બેઠક ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરવા રચાયેલી રાષ્ટ્રીય સમિતિની પ્રથમ બેઠક ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના 116 સભ્યો સહિત ,125 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને પ્રતિષ્ઠિત ગાંધીવાદીનો સમાવેશ કરાયો છે. બાપુને કાર્યાજલી આપવા વર્ષ 2019 માટે રચાયેલી સમિતિને મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવવા કાર્યક્રમ અને દિશાનિર્દેશ તૈયાર કરવાનો અધિકાર અપાયો છે. સરકારે આ કાર્યક્રમ માટે 150 કરોડની જોગવાઈ કરી છે. સમિતિ સમારોહ યોજવા તારીખનો નિર્ણય કરશે. સંસ્કૃતિ મંત્રાલય એ આદેશોની નોડલ એજન્સી છે.
